ગરબાડા: દેવધા ગામે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત: બાઇક ચાલકને ગંભીર ઇજા
Garbada, Dahod | Nov 7, 2025 દેવધા ગામે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત: બાઇક ચાલકને ગંભીર ઇજાગરબાડા તાલુકાના દેવધા ગામ નજીક દાહોદ–અલીરાજપુર હાઇવે પર ગતરોજ સાંજના સમયે બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી અનુસાર બાઇક ચાલક ખારવા ગામનો ભોલા તેરસિંગ બિલવાળ છે, જ્યારે મોપેડ ચાલક મધ્યપ્રદેશ રાજ્યના જોબટ ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ...