પાદરા: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ રેલી આજે પાદરા તાલુકામાં પહોંચી હતી. રેલી આજે સવારે સાંગમા ગામેથી પાદરા તાલુકામાં પ્રવેશી હતી. રેલીના પાદરા તાલુકામાં પ્રવેશ દરમિયાન કોંગ્રેસના આગેવાનો, જિલ્લા, તાલુકા તથા શહેર પ્રમુખો, હોદેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાદરા શહેરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહારાણા પ્રતાપની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં