હાલોલ: હાલોલમાં માનવતાભર્યુ ઉદાહરણ,ફૂટફાટથી ઘરના ઓટલા સુધીની સફર,પંચમહાલ પોલીસ અને હાલોલ પાલિકાની સહીયારી સંવેદના
હાલોલ નગરમાં પાંચ માસના બાળકના અપહરણના કેસમાં સુખદ અંત બાદ માનવતાની એક વધુ સરાહનીય ઘટના સામે આવી છે નિરાધાર મહિલાની અન્ય નાની બાળકીને શિક્ષણ મળે અને પરિવારને રહેવા માટે કાયમી છત મળે તે હેતુથી પાલિકાના મહિલા પ્રમુખના પ્રયાસો શરૂ થયા.જિલ્લા પોલીસ અને નગરપાલિકાના સહિયારા પ્રયાસોથી પાલિકા પાસે જાંબુડી વિસ્તારમાં ખાલી પડેલા આવાસોમાંથી આવાસ નંબર 112 મહિલાને તા.16 જાન્યુઆરી શુક્રવારના રોજ જિલ્લા પોલીસ વડા અને પાલિકાના પ્રમુખની હાજરીમા ફાળવવામા આવ્યુ હતુ