આણંદ શહેર: જિલ્લા પંચાયત કચેરી ખાતે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ
આણંદ જિલ્લામાં "વંદે માતરમ” ગીતના ૧૫૦ વર્ષની ઉજવણી કરાઈહતી.જિલ્લાની સરકારી કચેરીઓમાં ગૂંજી ઉઠ્યું રાષ્ટ્રગીત.કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું.સ્વદેશીના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ બનતા પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.