અંજાર: રાધવનગરમાં પ્રેમ લગ્નના મન દુઃખે બાઈક સળગાવી દેવામાં આવતા ગુનો દાખલ કરાયો
Anjar, Kutch | Jan 9, 2026 ફરિયાદી બાયાબેન મહેશ્વરીએ અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દીકરાએ આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હોઈ તેનું મનદુઃખ રાખીને આરોપી અમીત કરશન આયડી અને અન્ય ઈસમોએ ફરિયાદીના દીકરાને ગાળો આપી તેની બાઈક સળગાવી નાખતા અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.