બોટાદ શહેરમાં મેઘરાજાની તમાકેદાર બેટીંગ,બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા
Botad City, Botad | Sep 18, 2025
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે બોટાદ શહેરમાં એકાએક પલટો આવતા ધોધમાર વરસાદ તુટી પડ્યો બોટાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો અને બોટાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરીવળ્યા હતા જ્યારે ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી.