ગોધરા: LCB પોલીસે બાયપાસ પર મરચા-સોયાબીનની આડમાં છુપાવેલો વિદેશી દારૂના જથ્થા સહિત રૂ. ૮૪.૫૦ લાખના મુદ્દામાલ સાથે એક ને ઝડપ્યો
ગોધરા બાયપાસ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ દારૂના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે લીલેસરા ચોકડી પર નાકાબંધી કરીને ભારત બેન્ઝ કન્ટેનર ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ટ્રકમાં તસ્કરોએ દારૂ છુપાવવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. દારૂનો જથ્થો સુકા મરચા અને સોયાબીનની બોરીઓની આડમાં સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતાં રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ બ્રાન્ડની હજારો બોટલો સહિત કુલ ૯,૧૮૦ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો છે. દારૂ, કન્