આજરોજ બિલમાળ,આહવા તેમજ ધવલીદોડ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૩૦૫ લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓનું મહાનુભાવો સાથે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત રહી ખાતમુહર્ત કર્યું.અંતરિયાળ વિસ્તારોના માર્ગોના નવિનીકરણના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૂર્ણતાને પામી રહ્યા છે.જે માર્ગો હજી બાકી રહ્યા છે,તેને પણ અગ્રતા આધારે પૂરાં કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.