કડી: સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા કડી થી કરણનગર 7 કિ.મી લાંબી યુનિટી માર્ચ યોજાઈ
Kadi, Mahesana | Nov 17, 2025 સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજ એટલે કે 16 નવેમ્બરના દિવસે સવારે કડી વહીવટી તંત્ર દ્વારા 7 કિલોમીટર લાંબી પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યુનિટી માર્ચ પદયાત્રા કડી નગરપાલિકા થી કરણનગર ગામ સુધી કરવામાં આવી હતી.સમગ્ર ગુજરાતમાં એકતા અને અખંડિતતા ના પ્રતિક રૂપે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ને રાજ્ય સરકાર દ્વારા યુનિટી માર્ચ યોજાઈ રહી છે.