ગોધરા: પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા ખાતેથી રાયોટીંગના ગુનામાં બે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી
પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગના ગુનામાં ફરાર બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ ખાનગી બાતમીદારો મારફતે કાર્યવાહી હાથ ધરાઈ. જુની રોઝી હોટલ નજીકથી યુનુસ ઇકબાલ ગરીબાની ધરપકડ કરવામાં આવી, જ્યારે કોઠી સ્ટીલ નજીકથી અરબાઝ મોહંમદહનીફ ચાપાનેરીયાને પકડાયો. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.