તળાજા: ભારાપરા ગામે તળાવમાં ડૂબી 11 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી વ્યાપી
મળતી માહિતી મુજબ ભારાપરા ગામની હિના જયસુખભાઈ ચુડાસમા, ઉંમર 11 વર્ષ, જે તાજેતરમાં ધોરણ-7માં પ્રવેશી હતી, તે પોતાના બે મિત્રો સાથે ગામના તળાવમાં ન્હાવા માટે ગઈ હતી. ન્હાવા દરમિયાન હિના તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગામલોકો મોટી સંખ્યામાં તળાવ પાસે દોડી આવ્યા હતા અને તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ હિનાને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તે સમયે તેણીનું મોત નીપજ્યું હતું.