મહુવા: મહુવા માર્કેટયાર્ડમાં કાંદા માટે કડક નિયમ: ૫૫ કિલોથી વધુ ભરતીએ થશે નુકસાન, વકકલ કેન્સલ થવાની ચેતવણી
મહુવા ખાતે આવેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કાંદાના વેપારમાં મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. બજાર સમિતિ દ્વારા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે, કાંદાની ભરતી ફરજીયાતપણે ૫૫ કિલો અંદર જ રાખવી જરૂરી છે. સમિતિએ જણાવ્યું છે કે, અનેક વખત સૂચના આપવા છતાં હજુ પણ ઘણો માલ ૫૫ કિલોથી વધુ ભરતીએ માર્કેટયાર્ડમાં આવી રહ્યો છે, જેના કારણે