વડોદરા: સયાજીગંજ પોલીસે 474 ગ્રામ ગાંજા સાથે એક પુરુષ અને બે મહિલાને ઝડપ્યા
વડોદરા શહેરના યુવાધનને નશાકારક પદાર્થોની ચુંગાલમાંથી મુક્ત કરવા અને માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વોને નેસ્તનાબૂદ કરવાના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 6 પાસે ફૂટપાથ પર રહેતા કેટલાક ઇસમો દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 'જય માતાજી' પાર્કિંગ પાસેથી આસિફ ઉર્ફે માહિર યાસીનભાઈ વ્હોરા, રૂકસાના જીિતેન્દ્રસિંહ ઠાકોર અને પુષ્પા અનિલભાઈ ગરાસિયા નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન તેમની પાસેથી 474 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 37,040/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું �