નડિયાદ: મહી કેનાલથી ડી માર્ટ ચોકડી સુધીના માર્ગને 18 કરોડના ખર્ચ બનાવવામાં આવશે.
નડિયાદ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે 29.2 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. મુખ્ય આકર્ષણ 18 કરોડનો “આઇકોનિક રોડ” પ્રોજેક્ટ છે, જેમાં મહી કેનાલ કોલેજ રોડથી ડીમાર્ટ ચોકડી સુધીનો માર્ગ આધુનિક સુવિધાઓ સાથે નવી રીતે તૈયાર થશે. આ રોડ પર વિશાળ ફૂટપાથ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, જંકશન ડેવલપમેન્ટ, સ્ટ્રીટલાઇટ અને બેસવાની સુવિધા થશે.