વિજાપુર: વિજાપુર ખરોડ અમરપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજનો ઈનામી વિતરણ સમારોહ યોજાયો ધારાસભ્ય સીજે ચાવડાએ હાજરી આપી
વિજાપુર ખરોડ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમરપુરા (ખરોડ) ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જાગૃતિ અને પ્રોત્સાહન ફેલાવવા દર વર્ષે યોજાતો આ કાર્યક્રમ આ વખતે વિશેષ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો હતો.ગામ તેમજ આજુબાજુના પરા વિસ્તારોમાંથી વાલીગણ, સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓની વિશાળ હાજરી નોંધાઈ હતી.