તળાજા: ભારોલી ડુંગર વિસ્તારમાં સસલાના શિકારનો પર્દાફાશ, તળાજા વન્યજીવ રેંજની કાર્યવાહીથી ત્રણ શખ્સ ઝડપાયા
તળાજા વન્યજીવ રેંજના સ્ટાફ દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ભારોલી ગામના ડુંગર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શૈલેષભાઈ પરમાર, અરજણભાઈ મકવાણા અને દીપકભાઈ મકવાણા, ત્રણેય રહેવાસી હમીરપરા, તાલુકો તળાજા, શિકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગના સ્ટાફે તેમની પાસે રહેલી થેલીની તપાસ કરતાં સસલાના શિકાર સંબંધિત પુરાવાઓ મળી આવ્યા હતા. જેના આધારે તળાજા વન્યજીવ રેંજ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અ