બારડોલી: બારડોલી ટાઉન પોલીસ દ્વારા ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ યોજી રૂ. 1.43 લાખ ના મોબાઇલ પરત અપાયા
Bardoli, Surat | Dec 23, 2025 બારડોલી પોલીસ મથક માં દાખલ થયેલી મોબાઈલ ફોન ગુમ થવાની વિવિધ ફરિયાદો આધારે પોલીસે તકેદારીપૂર્વક તપાસ કરી 9 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તમામ અરજદારોને બારડોલી ટાઉન પોલીસ મથકે બોલાવી એક કાર્યક્રમ દરમિયાન પોલીસે તમામ અરજદારોને તેમના મોબાઈલ ફોન સુપ્રત કર્યા હતા. મોબાઈલ ફોન પરત મળતાં અરજદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અને તેમણે પોલીસની કામગીરીને બિરદાવતાં આભાર વ્યક્ત કર્યો હતો.