પાટડી શહેરમાં પાલિકા દ્વારા નિર્મિત કરાયેલા રૂ.૪૯.૨૩ કરોડના રિવરફ્રન્ટ અને વિવિધ કામોનું લોકાર્પણ અને ખાત મુરહુત કરવામાં આવ્યું સાથે ત્યારે પાટડી પાલિકાને નવી ફાયર ફાઇટર અને નવું સક્શન મશીન પણ આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના આગમન પૂર્વ રિવરફ્રન્ટની કામગીરીમાં કથિત ભ્રષ્ટાચારનો વિરોધ કરવા ઉતરેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા જેથી રાજકારણ ગરમાયુ હતું.