જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ કુલ 10 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું.જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.