ગુજરાત સરકાર અને EMRI GHS ના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ પશુ ઈમરજન્સી સેવા રાજ્યના પશુપાલકો માટે ખરા અર્થમાં જીવનદાયી સાબિત થઈ રહી છે.તાજેતરમાં જામનગર જિલ્લાના દરેડ ગામે પશુ ચિકિત્સાની માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જ્યાં ૧૯૬૨ની ટીમે એક ગાયને ગંભીર પીડામાંથી મુક્ત કરી નવજીવન આપ્યું હતું.