નડિયાદ: ચકલાસી પાસે ભૂંડ આવી જતા રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા.
નડિયાદના ચકલાસી પાસે મહાદેવપુરા રોડ પર અચાનક ભૂંડનું ટોળું આવી જતા રીક્ષા ચાલકે બ્રેક મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રીક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ મુસાફરો ઇજાગ્રસ્તે થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.