ખેડબ્રહ્મા: શહેરના અંબિકા માતાજી મંદિરના પાર્કિંગમાં કારમાં આગ ભભૂકી ઉઠી
ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરે શનિવારે બપોરે 12 વાગ્યા ની આસપાસ મહીસાગર જિલ્લાના એક વ્યક્તિ કે જે દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે કાર પાર્ક કરીને મંદિરમાં ગયા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કારના એન્જિનના ભાગમાં આગ લાગતા ધુમાડો નીકળતા મંદિરનો સ્ટાફ સહિત આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.