કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કચ્છ જિલ્લાના વડામથક ભુજ ખાતે ભારત રત્ન, આઝાદ ભારત દેશના પ્રથમ ગુહપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલજી પુણ્યતિથિ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે હુંબલએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી વધુમાં શ્રી હુંબલે જણાવ્યું હતું સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ છે તેમજ આઝાદી લડાઈમાં મુખ્ય ભુમિકા ભજવી હતી અખંડ ભારત માટે દેશના સમગ્ર રજવાડા જોડવવામા તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે