જાંબુઘોડા: જાંબુઘોડાના ગાંધી ભવન હોલ ખાતે તાલુકા ભાજપા મંડળ દ્વારા આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ દરમિયાન સેવા પખવાડિયાની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે.જેને લઈને આજે સોમવારના રોજ જાંબુઘોડા ગાંધી ભવન હોલ ખાતે આત્મનિર્ભર અને વિકસિત ભારતના સૂત્રચાર હેઠળ આરોગ્ય ચકાસણી શિબિરનુ આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈની ઉપસ્થિતીમા કરવામા આવ્યુ હતુ જેમા જાબુઘોડા તાલુકાના ગ્રામજનોએ આ શિબિરનો લાભ લીધો હતો