જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો વધુ એક વખત સફળ સાબિત થયા છે. જેની ફળશ્રુતિ સ્વરૂપે કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેકની ₹ ૧૪૭૪ કરોડની યોજના PM ગતિશક્તિ હેઠળ મંજુર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં, અંત્યોદય અને જન જનને સુવિધાઓના ભાવ સાથે આજે કેબિનેટ મીટીંગ યોજાઈ હતી.