આડેસર ગામે રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા અને તેમની બે દીકરીઓ આરતીબેન (ઉ.વ. પાંચ વર્ષ) તથા આયુષી (ઉ.વ. 3 માસ)ના ઘરના પાણીના ટાંકામાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. દીકરી રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી ગઈ હોય અને તેને બચાવવા જતાં દુર્ઘટના સર્જાઈ હોય તેવી શક્યતા પોલીસ સમક્ષ દર્શાવાઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મૃતક રૈયાબેનને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. બનાવ સમયે વચેટ દીકરી ઘરમાં સૂતી હતી અને તે બચી ગઈ છે.