મોડાસા: ભિલોડાના ઘનસોર ગામે જમવાનું બનાવાની બાબતે પત્નીની હત્યા.
ભિલોડાના ઘનસોર ગામે કુટુંબ કલહ દરમિયાન પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેનું મોત નિપજાવ્યું.જમવાનું બનાવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્ની પર હુમલો કર્યો હતો.ઘટનામાં વૃદ્ધ મહિલાનું મોત નિપજતા આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પુત્રએ પિતા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.