ગોધરા તાલુકાના પંડ્યાપૂરા ફાટક નજીક ક્વોરી માલિક બ્રિજેશભાઈ પરમાર પર અજાણ્યા ચાર યુવકોએ હુમલો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસમથકે નોંધાઈ છે. બ્રિજેશભાઈએ જણાવ્યું મુજબ 25 ઓક્ટોબરે ગોઠડાની ક્વોરી તરફ જતા સમયે એક કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ તેમનો પીછો કરી રસ્તા પર અટકાવ્યા હતા. બાદમાં આરોપીઓ બ્રિક્સ સેલ કારખાનામાં ઘુસી લાત મુક્કાથી મારપીટ કરી કારના કાચ તોડી નાખ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા હતા. આ મામલે 2 નવેમ્બરે ફરિયાદ નોંધાતા પોલી