કડોદરા વિસ્તારની શ્રી સાલાસર બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા 22મા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંડળ લોકોના ઘરે ઘરે જઈ સુંદરકાંડનું પાઠન કરી તેમાંથી મળતી રકમ ગૌમાતાની સેવામાં અર્પણ કરે છે. આ વાર્ષિકોત્સવના ઉપલક્ષમાં ગૌસેવક અશોકભાઈ શાશ્વત તથા તેમની ટીમના સહયોગથી, શ્રી સાલાસર બાલાજી મહારાજની કૃપા અને ગૌમાતાના આશીર્વાદથી શ્રી ગોમંત પ્રકાશદાસજી મહારાજના સાનિધ્યમાં “એક સાંજ ગૌમાતા ના નામ” અંતર્ગત ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હ