પાવાગઢના વડાતળાવ કિનારે આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમ્યાન યોજાનાર પંચમહાલ જિલ્લાનો પોતીકો ઉત્સવ પંચમહોત્સવ 2025 નો પ્રી-લૉન્ચિંગ કાર્યક્રમ આજે સોમવારે મહોત્સવ સાઇટની ટેન્ટસિટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિક જિલ્લા કલેક્ટર, હાલોલ પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહીંયાંએ ચાર દિવસીય મહોત્સવની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરી હતી.