દાહોદ: અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ મુંડાહેડા ખાતે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે યોજી બેઠક દાહોદના ધારાસભ્ય ઉપસ્થિત
Dohad, Dahod | Nov 28, 2025 ગુજરાત વિધાનસભાની જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ દાહોદ જિલ્લાના મુંડા હેડા ખાતે પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક દરમ્યાન તેઓએ દાહોદ જિલ્લાના પાણી પુરવઠા યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.