પાટડીના શ્રી વર્ણીન્દ્રધામ મંદિરમાં આઠ દિવસીય દિવાળી ઉત્સવની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. મંદિર પરિસરને પાંચ લાખ દીવડાઓ અને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ધનતેરસના દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન કરાયું. કાળી ચૌદસે હનુમાનજી મહારાજનો 51 લીટર તેલથી અભિષેક થયો. દિવાળીના દિવસે 1008 જ્યોત વડે દીપોત્સવ ઉજવાશે. નૂતન વર્ષે ઠાકોરજીનો પંચામૃત, ઔષધિ, ફળોના રસ, અબીલ, ગુલાલ, કંકુ-હળદરથી મહાઅભિષેક થશે.