કડોદરા ચાર રસ્તા ખાતે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (ટ્રસ્ટ) ઓલ ઇન્ડિયા સ્પેશિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફોર્સ, કડોદરા નગરપાલિકા તથા કડોદરા પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન પલસાણા તાલુકા CIBના પ્રમુખ મહેન્દ્રભાઈ, ઉપપ્રમુખ દીપેન પટેલ તથા સેક્રેટરી વિજય મકવાણા ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.