તળાજા: તળાજી નદીના જરજરીત બ્રિજ પાસે લોખંડનો પાઇપ બન્યો જોખમી, અકસ્માતની ભીતિ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. પાલીતાણા ચોકડી તરફ જતા તળાજી નદી પર આવેલ જરજરીત બ્રિજ પાસે તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર રોકવા માટે લોખંડનો ગેટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ગેટ જજરીત હાલતમાં લટકતો જોવા મળી રહ્યો છે, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને આ માર્ગ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં નાના