વિજાપુર: વિજાપુર તાલુકા ગ્રામ્ય વિસ્તાર હાથીપુરા જેપુર ફલુ ગામે લાયન્સ પરિવાર દ્વારા ૨૦૦૦ બાળકોની આંખોની તપાસ
વિજાપુર લાયન્સ પરિવાર દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો હાથીપુરા, ફલુ અને જેપુર સહિત ના ગામોમાં ધોરણ ૧ થી ૮ ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશાળ આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.લાયન્સ કર્ણાવતી હોસ્પિટલ, ઓગણજથી આવેલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા 2000 જેટલા બાળકોની વિગતવાર આંખની આજરોજ બુધવારે બે કલાકે તપાસ કરવા માં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક બાળકોના આંખ સંબંધિત તકલીફો જણાઈ આવી હતી.