જાંબુઘોડા: જાંબુઘોડાની ફ્યુચર લિંક સ્કુલ ખાતે નવા વર્ષ નિમિત્તે ભાજપા મંડળનું સ્નેહ મિલન સમારોહ યોજાયો
નવા વર્ષના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા ફ્યુચર લિંક સાયન્સ સ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ મિલન સંમેલનનું આયોજન આજે બુધવારના રોજ કરવામા આવ્યુ હતું.આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપા પ્રમુખ મયંક કુમાર દેસાઈ,મયુરધ્વજસિંહ પરમાર તથા જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ,જાંબુઘોડા તાલુકા ભાજપા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા