રાપર: ગાગોદર પોલીસ સ્ટેશન દ્રારા નશામુક્ત ભારત અભિયાન-2025 અંતર્ગત રેલી યોજી જાગૃતતા ફેલાવાઈ..
Rapar, Kutch | Nov 20, 2025 ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સમાજમાં નશા ના વિરુદ્ધમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે દેશમાં નશામુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.નશામુક્ત ભારત અભિયાન’નો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના દુરુપયોગના નુક્શાન અંગે જન જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત સમાજમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગની સાથે તેની આડઅસરો અંગે જાગૃતિ લાવવામાં આવે છે.