આણંદ: આકૃયુ ખાતે ભવિષ્યના ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓ માટે 'ખોજ: Dare 2 Pitch' મંચનું આયોજન
Anand, Anand | Sep 15, 2025 આણંદ કૃષિ યુનિવર્સિટીના એઆઈસી આણંદ ફાઉન્ડેશન ખાતે ' ખોજ-Dare2Pitch' નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આકાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓ તથા યુવાનોને તેમના સ્ટાર્ટઅપ આઈડિયા ને રજુ કરવા માટે એક પ્લેટફોર્મ આપવાનો હતો. આકૃયુની ‘ફ્યુચરપ્રેન્યોર ખોજ ગુજરાત’ પહેલ અંતર્ગત રાજ્યના ઉદ્યમશીલ યુવાનોને તેમના નવીન વિચારોને એક બીઝનેસમાં પરિવર્તિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.