સીંગવડ: પીસોઈ બીટ ખાતેથી મહુડાના ઝાડના લાકડા ગેરકાયદેસર રીતે ભરીને લઇ જવાતુ વાહન જપ્ત કરાયો
Singvad, Dahod | Nov 9, 2025 આજે તારીખ 09/11/2025 રવિવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર રણધીપુર રેન્જ તથા મોરવા હડપ રેન્જ ના સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન મહુડાના ઝાડના લાકડા ગેરકાયદેસર ભરીને વાહન જપ્ત કરવામાં આવ્યું.રણધીપુર રેન્જ તથા મોરવા હડફ રેન્જ ના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરતા હતા તે સમયે રણધીપુર રાઉન્ડ ના પીસોઈ બીટમાં બાતમીના આધારે રણધીપુર થી મોરવા હડફ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન અનામત ઝાડ મહુડા ના લાકડા ગેરકાયદા રીતે ભરીને લઈ જતા ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો.