આજરોજ મેઘપર બોરીચી વિસ્તારમાં આવતી સોસાયટીની એક મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદી પાણી અને ગટરના પાણીના ભરાવા કારણે થતી સમસ્યાની સમીક્ષા કરવામાં આવી. જેમાં અસરગ્રસ્ત સોસાયટીના સભ્યોના મંતવ્યો લેવામાં આવ્યા અને આગળ શું કર્યવાહી કરવી એ મુદ્દે ચર્ચા થઈ. જેમાં કાવેરીનગર, પારસનગર, ભક્તિધામ, ગોકુલધામ, ઘનશ્યામનગર, કૃષ્ણવિલા, પુષ્પ કોટેઝ, આશાપુરા પાર્ક 2, મહાવીરનગર, ભગીરથનગર, શાંતિનગર અને પૃથ્વીનગરના રહેવાસીઓએ હાજરી આપી હતી.