દાંતા: દાંતા પ્રાંત અધિકારીને આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું.
દાંતા ખાતે આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું,આજે સવારે 10:00 કલાક આસપાસ મળેલ વિગત પ્રમાણે દાંતા તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા વારંવાર દબાણ દૂર કરવા નોટિસ આપનાર અધિકારી વિરુદ્ધ બંધારણની જોગવાઈ મુજબ કલમ 13(1)13(3)એ હેઠળ અને વન અધિકાર અધિનિયમ 2006 ના કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અને અધિકાર અધિનિયમ 2006 મુજબ કબજા ભોગવટ વાળા ઈસમોને જંગલ જમીન કાયદેસર નામે કરી આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.