ગાંધીધામ મહાનગરપાલિકા હસ્તકના મેઘપર બોરીચી અને કુંભારડી વિસ્તારમાં ગટરની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે મેઘપર બોરીચીના પૂર્વ સરપંચ ભોજાભાઇ આહિરે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પાસે રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર દ્વારા તેનો ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો છે.