જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નુપુરકુમારી પ્રસાદ સહિત સમિતિ દ્વારા હોસ્પિટલોને રિન્યુઅલ તેમજ નવા રજિસ્ટ્રેશન આપવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ ક્લિનિક ઇન્સ્પેક્શનની કામગીરીનો સઘન રીવ્યુ પણ કરવામાં આવ્યો હતો