વાવ-થરાદ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ એવા બાખાસર-માવસરી માર્ગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 325 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ માર્ગનું ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં થયું. આ પ્રસંગે વાવ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, વિસ્તારના ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ માવસરી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.