ખંભાળિયા: મા કામઈના ધામમા ઉમટ્યુ માનવ મહેરામણ; ભારે હરખ અને હર્ષોલ્લાસ પૂર્વક યોજાઈ માતાજીની જાતર.
અઢારે વરણની આસ્થાનુ કેન્દ્ર તથા સાની નદી તેમજ ખજુરિયા, માધુપુર અને પીપરીયા ગામની સીમમા બિરાજમાન પરમ પરચાળી આઈ શ્રી કામઈ માતાજીના મંદિરે ભવ્ય જાતરનું આયોજન કરાયું હતુ. હવામાન વિભાગની આગાહી હોવા છતાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે મંદિરે ઉમટ્યા અને ધૂમધામ પૂર્વક જાતરની ઉજવણી કરી.