પલસાણા: અનુભા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 18 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી સી.પી.બી. મશીનમા હાથ આવી જતા મોત નિપજ્યું
Palsana, Surat | Sep 18, 2025 મૂળ બિહાર અને હાલ પલસાણા મેધા પ્લાઝા જગનનાથ રેસીડન્સી રૂમ નંબર 103, ખાતે રહેતા 18 વર્ષીય અમન કુમાર શીવકુમાર રામ પલસાણા અનુભા ઈન્ડૃસ્ટીજ પ્રા. લી. મીલ મા સી.પી.બી. મશીન ઉપર કામ કરતા હતા દરમ્યાન કલાક ૧૧/૦૦ વાગ્યા ના સુમારે સી.પી.બી. મશીનમા પર કામ કરતી વખતે મશીનમા જમણો હાથ આવી જતા અને મશીનમા ખેંચાઈ જતા જેમા માથા ના ભાગે તથા જમણા કાન સાઈડે ગંભીર ઈજા થતા સારવાર માટે સંજીવની હોસ્પીટલ ખાતે લાવતા ડોક્ટરે જોઈ તપાસી મોત નિપજ્યાનું જાહેર કર્યું