અંકલેશ્વર: લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા કલર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.આ કલર્સ કાર્નિવલમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.અને ગટ્ટુ સ્કૂલથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર આવેલ દિવાલો પર ચિત્રો દોરી દીવાલોને સુશોભિત કરવામાં આવ્યું હતું.આ ચિત્ર સ્પર્ધામાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,એ.આઈ.એના પ્રમુખ વિમલ જેઠવા,લાયન્સ સ્કૂલના જશુ ચૌધરી,ભાજપના યુવા પ્રમુખ જય તરૈયા સહિતના આમંત્રીતો હાજર રહ્યાં હતાં.