મહુવા: મહુવા શહેરના ગાર્ડન રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતારોથી લોકો પરેશાન
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ ગાર્ડન રોડ પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. માર્ગ પર વાહનોની ભારે અવરજવર અને વધતા ટ્રાફિકના કારણે લાંબા સમય સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. ગાર્ડન રોડ મહુવાના વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી અહીં દિવસ દરમિયાન સતત વાહનવ્યવહાર રહે છે. આજે અચાનક ટ્રાફિકનું ભારણ વધતા બે-ચક્રી, ચાર-ચક્રી તેમજ અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામના કારણે અનેક વાહનચાલકો લાંબા સમય સુધી રસ્તા પર અટવ