સાવરકુંડલા: સાવરકુંડલામાં નગરપાલિકાની સ્વચ્છતા કામગીરી સામે આમ આદમી પાર્ટીનો વિરોધ,AAP દ્વારા સોશિયલ મીડિયા પર વિડિયો કર્યો વાયરલ
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા કરવામાં આવતા સ્વચ્છતાના કામને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર હિતેશ ડોંગાએ આજે બપોરે આશરે ૧૨:૦૦ કલાકે સોશિયલ મીડિયા પર એક વિડિયો મૂકી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.હિતેશ ડોંગાએ પોતાના વિડિયોમાં શહેરની સફાઈ વ્યવસ્થા યોગ્ય રીતે ન થતી હોવાનો આક્ષેપ કરતા નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે નાગરિકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે શહેરના કેટલાક વિસ્તારોમાં કચરાના ઢગલા પણ દૃશ્યો પણ દર્શાવ્યા હતા.