શહેરા: શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના 10 ગામના લોકોએ તાલુકો અલગ થવાને લઈ વિરોધ નોંધાવ્યો
નવીન ગોધર તાલુકામાં શહેરા તાલુકાના 10 ગામોનો સમાવેશ કરાતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના લોકોએ શહેરા ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો છે,જ્યાંથી શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, મોર, ઉંડારા, ખૂટકર, કોઠા, આસુંદરિયા અને જુનાખેડા સહિત 10 ગામના આગેવાનો સહિતના લોકો ભેગા મળી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.